હવે હોસ્પિટલો મન ફાવે તેવા બીલ નહીં બનાવી શકે : સરકારની કાર્યવાહીથી લોકોને રાહત

હવે હોસ્પિટલો મન ફાવે તેવા બીલ નહીં બનાવી શકે : સરકારની કાર્યવાહીથી લોકોને રાહત

નવી દિલ્હી તા.૧૩: 
હોસ્પિટલના મોટા બિલ દર્દીઓ માટે ચિતાનું કારણ રહે છે. સારવાર પહેલાં પણ લોકો બિલ વિશે ચિંતિત હોય છે. સારવાર પછી, હોસ્પિટલ ભારે બિલ આપે છે, જે આઘાતજનક હોઈ શકે છે. પરંતુ હવે આવું રહેશે નહીં. કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે જે લોકોને અગાઉથી ખર્ચનો અંદાજ લગાવવાની મંજૂરી આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલો અને અન્ય સંબંધિત આરોગ્યસંભાળ સંસ્થાઓમાં સારવાર દરો સ્પષ્ટ રીતે દર્શાવવા જણાવ્યું છે.અહેવાલો અનુસાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાતરી કરવા જણાવ્યું છે કે હોસ્પિટલો અને ક્લિનિક્સ તેમની સેવાઓ અને સુવિધાઓ માટેના ચાર્જ સ્પષ્ટ રીતે દર્શાવે છે. આ પગલાનો હેતુ આરોગ્યસંભાળ બિલિગમાં પારદશિર્તા લાવવા અને દર્દીઓને સારવાર ખર્ચ વિશે અગાઉથી માહિતી પૂરી પાડવાનો છે.