નેશનલ હાઈવે પર ૧ એપ્રિલથી રોકડમાં ટોલ પેમેન્ટ સીસ્ટમ બંધ થઈ જશે
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
દેશભરના નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી (એનએચએઆર) ૧ એપિલ-૨૦૨૬થી તમામ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ બંધ કરવા પર વિચાર કરી રહી છે. એક નિવેદન મુજબ આ પગલાંનો ઉદેશ ડિજિટલ ટોલિંગ સિસ્ટમ વિકસિત કરવા અને ઇન્કટ્રોનિક ટોલ સંગ્રહ (ઇટીસી)માં હવે અત્યાર સુધીમાં હાંસલ પ્રગતિને વધુ મજબૂત કરવાનો છે. એનએચએઆઇનું માનવું છે કે આથી ટોલ લેનની કાર્યક્ષમતા વધશે, પ્લાઝા પર ભીડ ઘટશે અને લેવડ-દેવડમાં પારદશિર્તા અને સ્થિરતા નિશ્ચિત થશે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફાસ્ટેગનો ઉપયોગ ૯૮થી વધુ ટકા થઇ ગયો છે જેથી ટોલ વસુલીની રીતમાં વ્યાપક ફેરફાર આવ્યા છે. હાલમાં મોટાભાગની ટોલ લેવડ-દેવડમાં વાહનોમાં લાગેલ આરએફઆઇટી સક્ષમ ફાસ્ટેગથી ઇલેક્ટ્રોનિક રીતે થઇ રહી છે. જેથી સંપર્ક રહિત અને ઝડપી અવર-જવર સંભવ થઇ શક્યું છે. આ ઉપરાંત ત્વરિત અને સુલભ પેમેન્ટ વિકલ્પ તરીકે દેશભરના ટોલ પ્લાઝા પર યુપીઆઇ સુવિધા પણ શરૂ કરાઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે હાઇવે પર માન્ય અને સક્રિય ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝામાં પ્રવેશ કરનાર વાહનો રોકડમાં ચૂકવે તો ડબલ ટોલ ચૂકવવો પડે છે.


