એન. બી.કાંબલીયા કન્યા વિદ્યાલયમાં લો કોલેજની વિદ્યાર્થીની ઓ દ્વારા સાઈબર ક્રાઇમ અને ડ્રગ ટ્રાફિકીંગ વિષય પર સેમિનાર યોજાયો

એન. બી.કાંબલીયા કન્યા વિદ્યાલયમાં લો કોલેજની વિદ્યાર્થીની ઓ દ્વારા સાઈબર ક્રાઇમ અને ડ્રગ ટ્રાફિકીંગ વિષય પર સેમિનાર યોજાયો

જૂનાગઢ, તા.21
એન. બી. કાંબલીયા કન્યા વિદ્યાલય ખાતે લો કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા "સાઇબર ક્રાઇમ" અને "ડ્રગ ટ્રાફિકીંગ" વિષય પાર જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. આ ટિમનું નેતૃત્વ લો કોલેજની વિદ્યાર્થીની ખ્યાતિ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
ખ્યાતિબેન દવેએ ડ્રગ સંબધીત મુદ્દાઓ પર વિદ્યાર્થીઓને નશાની હાનિકારક અસર તથા કાનૂની જોગવાઈઓ અંગે માહિતી આપી હતી તેમજ તેમણે માદક દ્રવ્યો અને નશીલા પદાર્થો અધિનિયમ હેઠળની કડક સજાઓ વિષે સમજાવી અને નશાથી દૂર રહેવા પ્રેરિત કર્યા હતા. 
તેમજ ખુશીબેન કાનપરાએ સાઇબર ક્રાઇમ વિષય પર હેકિંગ, ઓનલાઇન ફ્રોડ, સાઇબર બુલિંગ જેવી ઘટનાઓ વિષે સમજાવી. કાનૂની પ્રાવધાનો તથા ઓનલાઇન સુરક્ષા માટેના સરળ ઉપાયો પણ સમજાવ્યા.
શાળા સંચાલક મંડળે લો કોલેજની વિદ્યાર્થીઓની આ પહેલને બિરદાવી હતી અને આ સેમિનારને ખુબજ ઉપયોગી ગણાવ્યો હતો.