ગિરનાર પર ૭ ડીગ્રી તાપમાન સાથે જૂનાગઢ સહીત સોરઠમાં બર્ફીલા પવન ફુંકાયા

ગિરનાર પર ૭ ડીગ્રી તાપમાન સાથે જૂનાગઢ સહીત સોરઠમાં બર્ફીલા પવન ફુંકાયા

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં બર્ફીલા પવનો ફુંકાતા ઠંડુ વાતાવરણ સર્જાયું છે જેને લઈને જનજીવન પ્રભાવિત બન્યું છે. આ સાથે ગઈકાલથી જ શરૂ થયેલો ઠંડો પવન આજે પણ યથાવત રહેતા જનજીવનને ભારે અસર પહોંચી છે. ઠંડો પવન ફુંકાવાનાં કારણે તાપમાનમાં બે ડીગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે અને ગુલાબી ઠંડી વધી હતી. જમ્મુ-કાશ્મીરથી હિમાલય પ્રદેશ સુધીનાં વિસ્તારોમાં આંધી તોફાન સાથે ભારે હીમવર્ષા થવાનાં કારણે છેલ્લા બે દિવસથી સોરઠ અને સૌરાષ્ટ્રનું પણ હવમાન પલટાયું હતું. આજે સવારથી જ ઠંડો પવન ફુંકાતા ઠંડી વધી હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.પ કિમી રહી હતી. ભારે ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. બીજી તરફ સાંજનાં રસ્તાઓ પણ સુમસામ બની રહયા છે. લોકો ગરમ વસ્ત્રો ધારણ કરીને બહાર નીકળે છે. અને કામ સિવાય બહાર નીકળવાનું પસંદ કરતા નથી.