ચોમાસુ સત્રમાં રાજયસભા ૪૬ વખત, લોકસભા ૪ર વખત મુલ્તવી રહી : લોકસભામાં આજે ૪ ખરડા રજુ કરાશે

ચોમાસુ સત્રમાં રાજયસભા ૪૬ વખત, લોકસભા ૪ર વખત મુલ્તવી રહી : લોકસભામાં આજે ૪ ખરડા રજુ કરાશે

નવી દિલ્હી તા.૧૦:
સરકાર અને વિપક્ષ વચ્ચે વધતા સંઘર્ષની સ્પષ્ટ અસર સંસદના ચોમાસુ સત્રની કામગીરી પર પડી છે. અત્યાર સુધીમાં સત્રની ૧૫ બેઠકોમાં, બંને ગૃહોની કાર્યવાહી કુલ ૮૮ વખત મુલતવી રાખવામાં આવી છે. જેમાં રાજ્યસભા ૪૬ વખત અને લોકસભા ૪૨ વખત મુલતવી રાખવામાં આવી હતી. સામાન્ય રીતે, બંને ગૃહોમાં દરરોજ ૭-૮ કલાક કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આ સત્રમાં, સરેરાશ માત્ર એક કલાકનું કામ પૂર્ણ થયું હતું. આ સંસદની કામગીરી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની ક્ષમતા પર પ્રશ્નો ઉભા કરે છે.
સંસદના ચોમાસુ સત્રમાં આજે લોકસભામાં ૪ બિલ રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ બે બિલ રજૂ કરશે. જેમાં એક કેરળ (નામ બદલવા અંગેનું) બિલ, ૨૦૨૬ છે. જ્યારે બીજું નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટ, ૧૯૬૨ સુધારા બિલ છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, ૨૦૨૬ રજૂ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭માં સુધારા માટેનું બિલ ગૃહમાં રજૂ કરશે. જ્યારે, રાજ્યસભામાં બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ, ૨૦૨૬ પર ચર્ચા કરવામાં આવશે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ આ બિલને ગૃહમાં રજૂ કરશે.