વર્ષમાં પાંચ વાર ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ્દ કરાશે

વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેન્દ્ર સરકારનું કડક વલણ

વર્ષમાં પાંચ વાર ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ્દ કરાશે

(એજન્સી)   નવી દિલ્લી, તા.૨૨
દેશભરના નાનામોટા શહેરોમાં ભારે ટ્રાફિક સમસ્યા હળવી કે દૂર કરવાના પ્રયાસરૂપે કાયદામાં વધુને વધુ સુધારા કરવાનો સિલસિલો સરકારે જારી રાખ્યો હોય તેમ વધુ એક કડક જોગવાઇનો ઉમેરો કર્યો છે જે અંતર્ગત એક વર્ષમાં પાંચ વખત ટ્રાફિક ગુના-નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ થઇ જશે. ત્રણ મહિના સુધી વાહન ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ કાયદામાં આ સુધારો કર્યો છે. નિયમોની ઐસીતૈસી કરીને વારંવાર કાયદાભંગ કરતા વાહન ચાલકો પર અંકુશ મુકવા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વાહન સસ્પેન્ડ કરવા માટે આરટીઓને સત્તા આપવામાં આવી છે. જો કે, નિયમ મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરતા વાહન ચાલકને સાંભળવા એક તક આપવાની રહેશે. 
વર્ષમાં પાંચ કે વધુ ટ્રાફિક ગુનામાં ત્રણ માસ લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિયમ જાન્યુઆરીથી જ લાગૂ થઇ ગયાનું નોટીફીકેશનમાં જણાવાયું છે.