કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને પૂર્ણ રાજ્ય બનાવવાની માંગ સાથે લેહમાં ભારે હિંસા અને વિરોધ.

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને પૂર્ણ રાજ્ય બનાવવાની માંગ સાથે લેહમાં ભારે હિંસા અને વિરોધ.
THE FEDERAL

લેહમાં લદાખને પૂર્ણ રાજ્ય બનાવવા અને કેટલીક માંગોના હિંસક વિરોધ વચ્ચે સોનમ વાંગચુકના સમર્થક વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થયેલી જે દરમિયાન વિદ્યાર્થીઓએ CRPF વાહન અને ભાજપના કાર્યાલયને આગ લગાવીને ભારે પથ્થરમારો કરેલો.

સોનમ વાંગચુકના સમર્થક વિદ્યાર્થીઓએ લદાખને પૂર્ણ રાજ્ય બનાવવા, સરકારી નોકરીમાં સ્થાનિક લોકોની ભરતી, લેહ અને કારગિલમાં અલગ લોકસભા સીટ અને છઠ્ઠી અનુસૂચી હેઠળ બંધારણીય સુરક્ષા સહિતની કુલ 4 માંગણીઓ કરી છે જે અંગે આગામી ૬ ઓક્ટોબરે દિલ્હીમાં બેઠક યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયારે 2019માં કલમ 35A અને 370 હટાવીને લદાખ અને જમ્મુ-કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવેલો ત્યારે સરકારે પરિસ્થિતિ સામાન્ય થતા પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપેલું.