જે કર્મચારીઓ વૃધ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જશે તો ૧પ ટકા પગાર કપાશે : તેલંગાણા સરકારનો નિર્ણય
(એજન્સી) હૈદરાબાદ, તા.૨૭:
તેલંગાણા સરકાર એક નવો કાયદો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદા હેઠળ, જે સરકારી કર્મચારીઓ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જશે તેમના પગારમાં ૧૦ થી ૧પ ટકાનો ઘટાડો કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ જાહેરાત કરી હતી કે સરકાર આગામી બજેટ સત્રમાં આ બિલ રજૂ કરશે. ગુરુવારે, સીએમ રેડ્ડીએ નવા નિયુક્ત ગ્રુપ ૧ અને ગ્રુપ ૨ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું, આ યુવાન અધિકારીઓને તેમના માતાપિતાના બલિદાનને કારણે આ પ્રતિષ્ઠિત નોકરીઓ મળી છે, અને તેઓએ તેમના માતાપિતાની યોગ્ય સંભાળ રાખવી જોઈએ.


