પ્રભાસ પાટણ ખાતે પી.એમ. શ્રી. પે સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓને આપત્તિ સામે બચાવ અંગે મોકડ્રિલ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.ર૮
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આવેલ પી.એમ. શ્રી. પે સેન્ટર શાળા ખાતે વિદ્યાર્થીઓને આપત્તિ જોખમી વ્યવસ્થાપન સામે બચાવ અને રક્ષણ અંગે મોક ડ્રિલ યોજી પ્રશિક્ષીત કરવામાં આવ્યા હતા. પે સેન્ટર શાળાના આચાર્ય પરબતભાઈ ઝાખોત્રા તથા શાળાના તમામ શિક્ષકો તથા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતમાં શાળાએ આ કાર્યક્રમ યોજાયો હતો અને શાળાના ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આગનું દ્રશ્ય અને તે બુઝાવવા કઈ રીતે કામગીરી કરવાની થતી રહે છે.
તેનું ડીઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડલાઈન મુજબ નિર્દેશન કરાયું જેમાં આગ લાગે તે સમયે પ્રથમ એલાર્મ વગાડી તમામને સાવચેત કરવા અને આ માટે નિમાયેલી કમિટી નક્કી કરેલ સ્થળે ભેગી થાય પછી પ્રથમ પાણીથી ઝાડની ડાળીઓને ઝુમખાથી સીઓટુ એબીસી પાવડર સિલિન્ડરથી અને રેતીથી પાણી બુઝાવવા આગ ઓલવી નાખવા મહેનત કરવી અને વિભાગવાર ટુકડી આગમાંથી માનવ બચાવવા, હોસ્પિટલે પહોંચાડવા, આજુબાજુના લોકોને સાવચેત કરવા કામગીરી પ્ર દિષણશિક્ષણ રૂપે કરાય આ તાલીમથી આપત્તિ સમયે સુવ્યવસ્થાપન તેમજ પુર, ભૂકંપ, રાસાયણિક અકસ્માત, રોગચાળો ફાટી નીકળે, સુનામી, હિટવેવ, આંધી કે વીજળી પડવી તે સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનું સંબોધન સમજૂતી આપી ભાવિ પેઢીને ભવિષ્યમાં કોઈ આપત્તિ આવે તો તેને માટે સજાગ અને સજ્જ કરાઈ.


