વડાપ્રધાન પદ માટે પ્રથમ પસંદગી કોણ ? તામીલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિની એન્ટ્રીએ લોકોને ચોંકાવ્યા
(એજન્સી) નવી દિલ્હી તા, ૨૭
દેશમાં વર્ષ ૨૦૨૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે, આ દરમિયાન એક મીડિયા હાઉસ દ્વારા આજે લોકસભાની ચૂંટણી યોજાય તો લોકો કોને વડાપ્રધાન તરીકે પસંદ કરશે ? તે અંગે પણ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અનેક રસપ્રદ તારણો પ્રકાશમાં આવ્યા છે.
આ સર્વેમાં સૌથી મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન પદ માટે પસંદગીના ચહેરા તરીકે નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે છે. તેમના પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નંબર આવે છે. જ્યારે ત્રીજા સ્થાને તમિલનાડુના સીએમ થલાપતિ વિજયનું નામ આવ્યું છે.
સર્વે મુજબ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે જનતાની ટોચની પસંદગી છે. રાહુલ ગાંધી બીજા સ્થાને છે. તાજેતરના સર્વેક્ષણોમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે. પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદ માટે પસંદગીના ઉમેદવાર તરીકે આગળ છે.
સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે વડાપ્રધાન મોદીની રાષ્ટ્રીય રાજકારણ પર મજબૂત પકડ જાળવી રાખે છે. જ્યારે રાહુલ ગાંધીએ પોતાને વિપક્ષના અગ્રણી ચહેરા તરીકે સ્થાપિત કર્યા છે. ત્રીજા સ્થાને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને લોકો પસંદ કર્યા છે.


