પવિત્ર શ્રાવણ માસમાં નાળિયેરી પૂનમ-રક્ષાબંધન પર્વ નિમિત્તે સિંહાસને નારિયેળીના પાનઅને દિવ્ય વાઘાનો શણગાર, હજારો ભક્તેએ કર્યા દર્શન

પવિત્ર શ્રાવણ માસમાં નાળિયેરી પૂનમ-રક્ષાબંધન પર્વ નિમિત્તે સિંહાસને નારિયેળીના પાનઅને દિવ્ય વાઘાનો શણગાર, હજારો ભક્તેએ કર્યા દર્શન

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૮
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર નાળિયેરી પૂનમ-રક્ષાબંધન પર્વ  નિમિત્તે  તારીખ ૨૮-૦૮-૨૦૨૬ શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવદાદાને  રિયલ ડાયમંડનો મુકુટ તથા  હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે. સિંહાસનબે બતકની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. એવં સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારીસ્વામીસવારે ૭ કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા  કરવામાં આવી હતી. વર્ષો પહેલાં લક્ષ્મીજીએ દાનવીર રાજા બલીને રક્ષાસૂત્ર બાંધીને પોતાના ભાઈ બનાવ્યા હતા, ત્યારથી શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવવાની પરંપરા ચાલી આવે છે. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે. બાજુમાં બે બતકની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.  સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ, સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારૂતિ યજ્ઞ, દર રવિવારે સાંજે ૪:૪૫ કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી, દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર, શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી  આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારૂતિનું સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે ૪:૩૦ થી ૭ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન કરવામાં આવશે. સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણા વાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગર દાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાદિર્ક આમંત્રણ છે.