રાજુલાના ધારેશ્વર ગામે મોટી દુર્ઘટના ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરૂ

રાજુલાના ધારેશ્વર ગામે મોટી દુર્ઘટના ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરૂ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામેં આવેલ ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવેલ છે. હાલ પોલીસની ટીમ, કોસ્ટગાર્ડની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે. જેમના દ્વારા નદીમાં ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે. ધારાસભ્ય હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીના પાણીમાં ઉતર્યા છે. જયારે ડૂબેલા યુવાનો રાજુલાના બર્બટાણાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.