ભારતીય પરિવારો સમૃધ્ધ બન્યા : છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તોડયો

ભારતીય પરિવારો સમૃધ્ધ બન્યા : છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તોડયો
adobe stoke

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૭: 
ભારતીય પરિવારોએ  ૨૦૨૪ માં તેમની સંપત્તિમાં ઝડપથી વધારો કર્યો છે આ વર્ષે કુલ નાણાકીય સંપત્તિમાં ૧૪.૫ ટકાનો વધારો થવાની ધારણા છે - જે ૨૦૨૩ માં જોવા મળેલા ૧૪.૩ ટકાના વિકાસ કરતા થોડો વધારે છે ૨૦૨૪માં વિશ્વભરમાં ઘરગથ્થુ સંપત્તિએ નવા રેકોર્ડ બનાવ્યા પરંતુ ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી. આલિયાન્ઝ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ ૨૦૨૫ મુજબ, ભારતીય ઘરગથ્થુઓની નાણાકીય સંપત્તિમાં ૧૪.૫ ટકાનો વધારો થયો, જે આઠ વર્ષમાં સૌથી વધુ છે. જે દર્શાવે છે કે ભારતનો મધ્યમ વર્ગ કેટલી ઝડપથી મજબૂત થઈ રહ્યો છે.
ભારતમાં માથાદીઠ નાણાકીય સંપત્તિમાં છેલ્લા ૨૦ વર્ષમાં પાંચ ગણો વધારો થયો છે. લોકોની ખરીદ શક્તિ મહામારી પહેલાના સ્તરથી ૪૦ ટકા વધી છે.