"ચંદ્રભાગા ચેરીટેબલ ટ્રસ્ટ-સમસ્ત વાયડા કુટુંબ" દ્વારા આયોજિત સંઘે કર્યા માં વૈષ્ણોદેવીના ભવ્ય દર્શન
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૮
"ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ !"ના જયઘોષ સાથે દ્વારકાના ચંદ્રભાગા ચેરીટેબલ ટ્રસ્ટ અને સમસ્ત વાયડા કુટુંબ દ્વારા આયોજિત પવિત્ર વૈષ્ણોદેવી યાત્રાના શ્રદ્ધાળુઓએ આજે અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં મા વૈષ્ણોદેવીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. યાત્રા સંઘના તમામ સભ્યોએ પવિત્ર ભવન ખાતે માં વૈષ્ણોદેવીના ચરણોમાં શીશ નમાવ્યું અને દેશ તથા પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આયોજકોએ ભાવુક હૃદયે જણાવ્યું કે, "આટલી મોટી સંખ્યામાંથી માત્ર આપણે જ આ યાત્રા માટે પસંદ થયા છીએ, તે માં વૈષ્ણોદેવીની અસીમ કૃપા જ છે. માં એ આપણને પોતાના દ્વારે તેડાવ્યા એ આપણા જીવનનું સૌથી મોટું પુણ્ય છે." યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે સીમકાર્ડથી લઈને હોટલ અને જમવાની તમામ સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા સુચારૂ રીતે પૂરી પાડવામાં આવી હતી. વાયડા કુટુંબના સભ્યોમાં દર્શન બાદ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. હવે આ સંઘ આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કરશે. માતાજીના આશીર્વાદ લઈને સૌ શ્રદ્ધાળુઓ ખૂબ જ ર્હષિત છે.


