વેરાવળમાં વિજેતા એન્ટરપ્રાઈઝનાં ગોડાઉનમાંથી રૂા. ૧.૮પ લાખનો એસીડનો જથ્થો ઝડપાયો

વેરાવળમાં વિજેતા એન્ટરપ્રાઈઝનાં ગોડાઉનમાંથી રૂા. ૧.૮પ લાખનો એસીડનો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ તા. ૧૮
વેરાવળનાં રહેણાંક વિસ્તારમાં એસીડનાં ગેરકાયદેસર સ્ટોરેજ કરવામામં આવતું હોવાની બાતમીનાં આધારે એસઓજીએ તપાસ કરી અને વિજેતા એન્ટરપ્રાઈઝનાં ગોડાઉનમાંથી રૂા. ૧.૮પ લાખનો એસીડનો જથ્થો ઝડપી લીધો છે. પરવાનગી વિના એસીડનું વેચાણ અને સ્ટોરેજ થતું હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત રહેણાંક હેતુની જગ્યાનો કોમર્શીયલ ઉપયોગ કરવામાં આવતો હતો. સોમનાથ-વેરાવળ બાયપાસ નજીક તાતીવેલા સીમમાં એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એસઓજી સાથે મામલતદાર, જીપીસીબી, જીએસટી અને વિજ વિભાગની ટીમ દ્વારા સંયુકત કાર્યવાહી કરાઈ હતી. બિનઅધિકૃત કેમીકલ સ્ટોરેજ સામે ગીર સોમનાથ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો છે.