ખોટી સ્કીમ અને બોગસ એગ્રીમેન્ટ દ્વારા છેતરપિંડી કરનાર મહિલા અમદાવાદથી ઝડપાઈ

‘ધ રોયલ રેજીસ હોસ્પીટાલીટી’ કંપનીના નામે ફ્રી દુબઈ પ્રવાસની લાલચ આપી અનેક નાગરિકોને ફસાવનાર ગેંગ સામે કમલાબાગમાં ફરિયાદ નોંધાઈ હતી

ખોટી સ્કીમ અને બોગસ એગ્રીમેન્ટ દ્વારા છેતરપિંડી કરનાર મહિલા અમદાવાદથી ઝડપાઈ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૧
પોરબંદર શહેરમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી કંપનીના નામે ખોટી સ્કીમ રજૂ કરી નાગરિકો પાસેથી લાખોની રકમ પડાવવાનો ગંભીર ફ્રોડ બહાર આવ્યો છે. એમ.જી. રોડ પર આવેલ કંસાર હોટલના મીટીંગ હોલમાં ‘ધ રોયલ રેજીસ હોસ્પીટાલીટી’ નામની કંપનીના બેનર હેઠળ મીટીંગ યોજી ફ્રી દુબઈ પ્રવાસ તથા પાંચ વર્ષની મેમ્બરસીપ આપવાની લાલચ આપી ફરિયાદી સહિત અન્ય સાહેદો પાસેથી કુલ રૂા.૩,૫૦,૦૦૦/-ની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. આ મામલે ફરિયાદી અવધેશકુમાર રઘુવંશકુમાર નિગમ(ઉ.વ. ૫૮), રહે. પોરબંદર દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા ગુ.ર.નં. છ-૧૧૨૧૮૦૦૯૨૨૦૪૫૯/૨૦૨૨ મુજબ IPC કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(મ્), ૪૬૫, ૪૬૭, ૪૬૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, અજાણ્યા મોબાઈલ નંબર પરથી બિઝનેસ મીટીંગનું આમંત્રણ આપી ફરિયાદી અને તેમના પત્નીને કંસાર હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં કંપનીના મેનેજર હોવાનું જણાવતા ભાવિક આહીર અને આશુ રાજપુત સહિત અન્ય કર્મચારીઓએ ટ્રાવેલ સ્કીમ સમજાવી હતી. સ્કીમમાં જોડાવા બદલ રૂા.૮૦,૦૦૦/- EMI દ્વારા ભરવાની વાત કરી, પરંતુ ફરિયાદીના SBI ક્રેડિટ કાર્ડમાંથી સમગ્ર રકમ એકસાથે કપાઈ જતા શંકા ઊભી થઈ હતી. ત્યારબાદ કંપની તરફથી કોઈ ઈમેલ કે મેસેજ ન આવતા તથા સંપર્ક ન થતાં છેતરપિંડી હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ કંપની દ્વારા પોરબંદરના અન્ય નાગરિકો સાથે પણ આ જ રીતે ફ્રોડ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં કુલ રૂા.૩.૫૦ લાખની ઓનલાઇન છેતરપિંડી સામે આવી હતી. જૂનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક  નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે.કાંબરીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણને ખાનગીરાહે હકીકત મળેલ કે, ઉપરોકત ગુનામાં લાલશાહી થી નાસતા ફરતા આરોપી નેહા લોઢા રહે. અમદાવાદવાળી હાલ અમદાવાદ ખાતે હકીકત મળેલ હોય. જેથી ઉપરોકત હકીકત આધારે એ એસ આઈ ગોવિંદભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસા તથા કીતિર્મંદીર પો.સ્ટે.ના મહિલા પોલીસ કોન્સ્ટેબલ કીતિર્બેન ઓડેદરાને અમદાવાદ ખાતે ઉપરોકત આરોપી બહેનની તપાસમાં મોકલતા આરોપી બહેન અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલ ઉમેદ હોટલ ખાતેથી મળી આરોપી નેહા ડો/ઓ રૂપનારાયણ બીંદાદીન લોધ(લોઢા) ઉ.વ.૨૪ રહે. રધુકુલ સદન એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૨૧ મીરા કુટી રોડ ગાંધીનગર રતલામ મધ્યપ્રદેશ. હાલ વિઠ્ઠલ વાઇબ્રન્ટ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩ બ્લોક નં. છ૨ મેટેરા ચાંદખેડા અમદાવાદવાળીને ઉપરોકત ગુનાના કામે વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.