જૂનાગઢ કો. કો. બેન્ક દ્વારા કમિશ્નર તેજસ પરમારના જન્મ દિવસની ઉજવણી

જૂનાગઢ કો. કો. બેન્ક દ્વારા કમિશ્નર  તેજસ પરમારના જન્મ દિવસની ઉજવણી

જૂનાગઢ, તા.ર૧
ગઈકાલે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર તેજસ પરમારના જન્મદિવસે ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના પથ દર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ બેન્કના ચેરમેન  સાગર કોટેચા તેમજ પૂર્વ ચેરમેન આશિષ પારેખ દ્વારા કમિશ્નરને પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલ હતી સાથો સાથ કેક કટીંગ કરેલ હતી. આ તકે બેન્કના ડીજીએમ પ્રકાશ ભટ્ટ અને કલ્પેશ ગોડેશ્વર તેમજ ભાવેશ નંદાએ પણ હાજર રહી કમિશ્નરને શુભેચ્છા પાઠવેલ. ચેરમેન સાગર કોટેચાએ જણાવેલ કે કમિશ્નરને જન્મદિવસ પ્રસંગે મારી શુભકામનાઓ કે ખૂબ પ્રગતિ કરે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય. કમિશ્નરે આ પ્રસંગે  ડોલરભાઈ, સાગરભાઈ તેમજ સમગ્ર કો કો બેન્ક  ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.