૭ દિવસમાં હવાઈ ભાડાના નિયમો ફાઈનલ કરો : સુપ્રિમ કોર્ટનો કેન્દ્રને આદેશ

૭ દિવસમાં હવાઈ ભાડાના નિયમો ફાઈનલ કરો : સુપ્રિમ કોર્ટનો કેન્દ્રને આદેશ

નવી દિલ્હી તા.૧૮
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ભારતીય વિમાન અધિનિયમ, ૨૦૨૪ હેઠળ નિયમો બનાવવાનું કામ ઝડપી કરી દેવામાં આવ્યું છે. આ નિયમોનો હેતુ ભારતના ઉડ્ડયન ક્ષેત્રને આધુનિક બનાવવાનો છે અને તેમને ત્રણ અઠવાડિયામાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે.
સરકારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ નિયમોનો ડ્રાફ્ટ સીલબંધ કવરમાં રજૂ કર્યો. કેન્દ્રએ જણાવ્યું કે ડ્રાફ્ટ પર કેટલીક અંતિમ ચર્ચાઓ ચાલી રહી છે. બેન્ચે કહ્યું, “તેને ૭ દિવસની અંદર પ્રકાશિત કરો. જો એરલાઇન્સ પાલન નથી કરી રહી તો તેમને જમીન પર ઊભી રાખી દો.” સુપ્રિમ કોર્ટમાં સરકારનો પક્ષ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે નિયમો બનાવવાની પ્રક્રિયા ૩ અઠવાડિયામાં પૂરી થઈ જશે. તેમણે કોર્ટમાં ડ્રાફ્ટ નિયમો બતાવ્યા. આ પછી બેન્ચે કહ્યું- “એક વ્યવસ્થા સૂચવવામાં આવી છે, પરંતુ નિયમનકારને લઈને અમે નિશ્ચિત નથી.”