દિલ્હી બોર્ડર પરથી લશ્કરે તોયબાના આતંકવાદીની ધરપકડ
(એજન્સી) નવી દિલ્હી તા.૩૦
દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ સોમવારે લશ્કર-એ-તૈયબા (Let) સાથે સંકળાયેલા આતંકવાદી શબ્બીર અહેમદ લોનને દિલ્હી બોર્ડર પરથી ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે તે બાંગ્લાદેશમાંથી ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, શબ્બીર દિલ્હી, કોલકાતા અને તમિલનાડુમાં આતંકવાદી ગતિવિધિઓ માટે યુવાનોની ભરતી કરવાની તૈયારીમાં હતો. આ સમગ્ર નેટવર્ક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે ઓપરેટ થઈ રહ્યું હતું. વર્ષ ૨૦૦૭માં પણ દિલ્હી પોલીસે આતંકવાદના આરોપોમાં લોનને પકડ્યો હતો. ૨૦૧૯માં જામીન મળ્યા પછી તે બાંગ્લાદેશ ભાગી ગયો હતો.


