એસઆઈઆરની સમય મર્યાદા પુરી થવા આડે હવે માત્ર ૬ દિવસ બાકી

એસઆઈઆરની સમય મર્યાદા પુરી થવા આડે હવે માત્ર ૬ દિવસ બાકી

(બ્યુરો)         અમદાવાદ તા.ર૯
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆરની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પ્રક્રિયા પૂર્ણ થવા આડે હવે માત્ર ૬ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં મતદારો માટે એક મોટી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. અહેવાલો મુજબ હવે ૮૪% જેટલા મતદારોને નવા દસ્તાવેજો રજૂ કરવાની જરૂર નહીં પડે. જે મતદારોની વિગતો પહેલાથી જ પ્રમાણિત છે અથવા જેમણે અગાઉ જરૂરી પુરાવા આપી દીધા છે, તેમને ફરીથી કાગળિયા કરવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે.