જૂનાગઢ તાલુકાનાં ખડીયા નજીક ચાલતા બાયોડીઝલના વેચાણ પર એસએમસીના દરોડા : ર ફિલરમેન સહિત ૮ ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ તાલુકાના ખડીયા ગામથી મેંદરડા જતા રોડ ઉપર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે આવેલ શિવ મરીન સર્વિસ નામથી પોતાની માલીકીની શેડમાં આવેલ ઓરડીઓમાં ગેરકાયદેસર રીતે ડીઝલ જેવું ભળતું ભેળસેળયુકત પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો આર્થિક લાભ મેળવવા રાખી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીને ભેળસેળયુકત જવલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરી રાખનાર તેમજ જવલનશીલ પ્રવાહી ભરવા આવેલા કુલ ૮ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. બાયોડીઝલ ર૮૪૭ લિટર જેની બજાર કિંમત ૧,૯૮,૮૦૦ તેમજ ચાર ટ્રક રૂા. ૩ર લાખ તેમજ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૧૧,૪પ૦ જપ્ત કરવામાં આવેલ હતા તેમજ પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગતો અનુસર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.એચ.સિસોદીયાએ ફરીયાદી બની આરોપી તરીકે વિપુલભાઇ ધીરૂભાઇ ચોવટીયા (ડીસ્પેન્સર મશીન દ્વારા વાહનોમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી ફ્યુલીંગ કરનાર), જયરાજ ટભાભા ભાટી, (ડીસ્પેન્સર મશીન દ્વારા વાહનોમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી ફ્યુલીંગ કરનાર), રહીમ ભીખુભાઇ સોઢા (ડ્રાઇવર), મુન્નાભાઇ સાદુરભાઇ થરેસા (ડ્રાઇવર), યુવરાજ જીકાભાઇ આરટીયા (હેલ્પર), વિજય કારૂભાઇ જાપડા(ડ્રાઇવર), દિનેશભાઇ જીણાભાઇ ચોહાણ (ડ્રાઇવર), દેવાભાઇ અભુભાઇ ઓડેદરા (ગેર કાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો વેપારની જગ્યાનુ સંચાલન કરનાર આરોપી) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી વિપુલ ચોવટીયા અને જયરાજ ટભાભા ભાટીએ ગેરકાયદેસર રીતે ડીઝલ જેવુ ભળતુ ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પ્રવાહી વાહનીની ટાંકીમા ભરી આરોપી રહીમ ભીખુ પોતાના હવાલા વાળા ટ્રક રજી. નં. જીજે ૦૩ બીવી ૮૩૫૧વાળામાં, મુન્નાભાઈ સાદુરભાઈ થરેસા એ પોતાના હવાલા વાળા ટ્રક રજી. નં. જીજે ૧૦ ઝેડ ૬૨૯૨વાળામાં, ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી ફ્યુલ તરીકે ભરવા આવી તથા આરોપી યુવરાજ જીકાભાઈ આરટીયાને સાથે લાવી તથા આરોપી વિજય કારૂભાઈ જાપડાએ પોતાના હવાલા વાળા ટ્રક રજી. નં. જીજે ૦૩ બીઝેઙ ૫૯૯૨વાળામાં, આરોપી દિનેશ જીણાભાઈ ચૌહાણ પોતાના હવાલા વાળો ટ્રક રજી. નં. જીજે ૨૦ યુ ૩૫૭૭ વાળામાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી ફ્યુલ તરીકે ભરવા આવી તેમજ આરોપી દેવા અભુભાઈ ઓડેદરાએ શિવ મરીન સર્વીસ નામથી પોતાની માલીકીના શેડમાં આવેલ ઓરડીઓમા કોઇ સક્ષમ અધિકારીના અધિકૂત પરવાના વગર આર્થીક લાભ મેળવવા સારૂ ગેરકાયદેસર રીતે ડીઝલ જેવુ ભળતુ ભળસેળ યુક્ત પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો ગેરકાયદેસર કબ્જા ભોગવટાવાળા જગ્યામા જમીનમા ધાતુનુ ટેન્કર ટાંકો માં સ્ટોક રાખી ત્યા આવતા ટ્રકો તેમજ અન્ય વાહનોમાં આરોપી વિપુલ ચોવટીયા અને જયરાજ ટભાભા ભાટીને નોકરી પર રાખી તેઓ મારફતે અલગ અલગ વાહનોની ટાંકીઓમાં ભરી વેચાણ કરી કરાવી તેઓના કબજા ભોગવટાના ખુલ્લા પેટ્રોલીયમ પ્રવાહી સંગ્રહ કરી તેમજ માણસોની જીંદગી જોખમમાં મુકાઇ તેવો સંભવ સામે પુરતો બચાવ રહે તેવી વ્યવસ્થા જાણી જોઇને ન કરી બેદરકારી દાખવી ગેરકાયદેશર રીતે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો સંગ્રહ વહન તેમજ વેચાણ કરી વાહનોમાં ડીઝલ જેવુ ભેળસેળ યુક્ત જ્વલનસીલ પેટ્રોલીયમ ભરાવી આર્થીક ફાયદો મેળવી ઉપરોક્ત મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધેલ જયારે હાજર નહી મળી આવેલ હસમુખ અભુભાઈ ઓડેદરાએ પોતાના નામથી આધાર પરવાનો કઢાવી પરવાનાનો ભંગ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ તાલુકા પોલીસના એસ.કે.ડામોરે તપાસ હાથ ધરી છે.


