ઉના પોલીસે ઈંગ્લીશ દારૂની 220 બોટલો અને કાર મળી કુલ રૂા.4,74,224નો મુદામાલ ઝડપી લીધો

ઉના પોલીસે ઈંગ્લીશ દારૂની 220 બોટલો અને કાર મળી કુલ રૂા.4,74,224નો મુદામાલ ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.27
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી ઉનાના પોલીસના એ.એસ.આઇ. જોરૂભા નારણભા, રાહુલભાઈ નારણભાઇ છેલણા, હરેશભાઈ લક્ષ્મણભાઈ, સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા રાત્રિના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઘોઘલા તરફથી એક કારમાં દારૂનો જથ્થો કોઈ લાવતા હોય તેથી દેલવાડ પાસે નવાબંદર ચોકડી પાસે વોચ ગોઠવી વાહન ચેક કરતા હતા ત્યારે એક સફેદ કલરની મોટર કાર બલેનોને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે મોટર કાર રોકી ન હતી અને નાસવા લાગેલ તેનો પીછો કરતા દેલવાડાના અંજાર જાપે એક કાર બિન વારસી મળી આવી હતી. જેની તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકના બાચકામાં છુપાવેલ પરપ્રાંત અને જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ-220 રૂપિયા 74224 અને 4 લાખની મોટર કાર મળી કુલ રૂા.4,74,224નો મુદામાલ કબજે કરી ઉના પોલીસ સ્ટેશન લાવી અજાણ્યા નાસી જનાર શખ્સ સામે ગુનો નોંધી આ કારનો માલિક કોણ છે. દારૂની હેરફેરી કોણ કરતું હશે તેની તપાસ પી.એસ.આઇ. કરશનભાઈ નાથાભાઈ મુછળ કરી રહ્યા છે.