જૂનાગઢમાં કોલસેન્ટર ખોલી છેતરપીંડી કરવાનો પ્રયાસ કરનાર 10 સામે ફરીયાદ

જૂનાગઢમાં કોલસેન્ટર ખોલી છેતરપીંડી કરવાનો પ્રયાસ કરનાર 10 સામે ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.3
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ એ૫લવુડ સીટી મોલના ત્રીજા માળે સેબી માન્ય ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ન હોવા છતાં કોલ સેન્ટર ખોલી છેતરપીંડી કરવાના પ્રયત્ન કરનાર 10 સામે સી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સી ડીવીઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દેવેન્દ્ર લખમણભાઈએ ફરીયાદી બની આરોપી તરીકે અભય બીપીન પંડયા, અમીશ ભાવેશ સિધ્ધપરા, દિવ્યાબેન કારાભાઈ ડાંગર, હીરાભાઈ દેવાભાઈ પરમાર, મુસ્કાનબેન હનીફભાઈ સોલંકી, નીશાબેન રવજીભાઈ પરમાર, ફીજાબેન અબ્દુલભાઈ મકવાણા, નીરાલીબેન દાનાભાઈ માકડીયા, જયશ્રીબેન કિશોરભાઈ વેગડા અને મનીષાબેન ગીરીશભાઈ કટારીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી અભય અને અમીશએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ભાગીદારીમાં આરોપી અભય પંડયાના નામે ટ્રેડ સ્માટ ફિનટેક સીકયુરીટી કંપનીમાં ઓથોરાઇઝડ પર્સન તરીકે રજીસ્ટર થઇ, બાદ ટ્રેડ સ્માર્ટ દ્વારા જાહેર કરેલ નીયમ મુજબનુ ભંગ કરી પોતે સેબી માન્ય ઇંવેસ્ટમેંટ એડવાઈયઝર ન હોય છતાય ગ્રાહોકોને ટ્રેડીંગ ટીપ્સ (સલાહ) આપવા માટે આયોજન બંધ રીતે લાઇસન્સ વગર કોલ સેન્ટર ખોલી તેમાં અન્ય આરોપીઓ સેબી માન્ય ઇંવેસ્ટમેંટ એડવાઈઝર કે સ્ટોક એનાલીસ્ટ ન હોવા છતા કાવતરામાં સામેલ થઇ કાવતરાના ભાગરૂપે પોતે અન્ય એક કંપની રિયલ સ્ટોક એક્સપર્ટ કંપનીનો કર્મચારી હોવાનુ ખોટી રીતે જણાવી તમામ આરોપીઓએ શેર માર્કેટમા ટ્રેડીંગ કરતા લોકોના કોઈ પણ રીતે ડેટા મેળવી ટ્રેડીંગ કરતા ગ્રાહકોને મેસેજ તથા ફોન કરી તેઓએ રિયલ સ્ટોક એક્સપર્ટ નામની કંપનીના કર્મચારી ન હોવા છતા પોતે રિયલ સ્ટોક એક્સપર્ટ નામની કંપનીના કર્મચારી હોવાનુ તથા ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકેની ખોટી ઓળખ આપી રીયલ સ્ટોક એકસપર્ટ કંપનીનો 100% પ્રોફીટ આપવાનો મેસેજ મોકલી સાહેદોને 100% વિશ્વાસપાત્ર કંપની હોવાનુ જણાવી 100% પ્રોફીટ આપવાનુ કહી સ્ટોક ટીપ્સ આપેલ છે.
તથા આ સ્ટોક ટીપ્સ આપી મોટુ કમીશન મેળવવાની કોશીશ કરી સાહેદ તથા અન્ય ગ્રાહકો સાથે છેતરપીડી કરવાની કોશીશ કરી  કરેલ હોય જેથી ઉપરોકત તમામ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરા મુજબ ખોટી કંપનીના નામ બનાવી તેનો ઉપયોગ કરી શંકાસ્પદ રીતે મેળવેલ ડેટા નો ઉપયોગ કરી વિવિધ ગ્રાહકો ને કોલ કરી તેઓને અનરજીસ્ટડ ઈન્વે સ્ટમેન્ટ  એડવાઇઝર હોવા છતાય ઈન્વેાસ્ટમેન્ટવ એડવાઇઝર તરીકે સલાહ આપી છેતરપીંડી કરવાના પ્રયત્ન કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.