જૂનાગઢમાં ઓટો કન્સલ્ટના માલીકને મોતનો ડર બતાવી કાર-મોબાઈલ ફોન લઈ ગયા

જૂનાગઢમાં ઓટો કન્સલ્ટના માલીકને મોતનો ડર બતાવી કાર-મોબાઈલ ફોન લઈ ગયા
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૬
જૂનાગઢના બાયપાસ રોડ પર ઓટો કન્સલ્ટના માલીકને ચાર શખ્સોએ ટેસ્ટ ડ્રાઈવના બહાને લઈ જઈ મૃત્યુ નિપજાવવાનો ડર બતાવી કાર અને આઈફોન મોબાઈલ બળજબરીથી લઈ ગયાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે સોયફ મહમદ ચૌહાણએ રપથી ૩૦ વર્ષના ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીને ગાડીઓ લે વેચનો વ્યવસાય હોય જેથી સાહેદ તેમના મિત્ર સાથે ફરીયાદીના વાહન લે વેચના સ્થળે આવી ભોગબનનાર સાહેદના મિત્રના સંપર્કમા આવેલા અજાણ્યા૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના ઇસમોએ ફરિયાદીના વાહનના ડેલાએ આવીએ સ્કોર્પીયો ગાડીની ટેસ્ટ ડ્રાઇવ આપવાના બહાને ફરીયાદીના વાહનના ડેલાએથી ભોગબનનાર સાહેદને સાથે બેસાડી લઇ જઇ રસ્તામાં સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સાહેદનો આઇફોન મોબાઇલ ફોન કિ.રૂા.૨૦,૦૦૦નો બળજબરીથી લઇ અને સ્કોર્પીયો ગાડી નવા બાયપાસ રોડ ઉપર જવા દઇ ત્યાથી વડાલ ગામથી ગાડી પાછી વળાવી ત્યાથી માખીયાળા ગામ પાસેના ઓવરબ્રીજ પાસેથી સાહેદને ઉતારી મુકી ત્યાથી બીજા બે અજાણ્યા ઇસમોને બેસાડી સાહેદને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મૃત્યુ નિપજાવવાનો ડર બતાવી સ્કોર્પીયો ગાડી રજી નં.જીજે ૧૧ બીએચ ૦૦૯૮  કિ.રૂા.૭,૦૦,૦૦૦/- વાળી તથા આઇફોન મોબાઇલ ફોન કિ.રૂા.૨૦,૦૦૦/- બળજબરી પુર્વક લઇ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.