શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે ધામેધામથી પધારેલા સંતોના વરદ હસ્તે નવી ‘અંતિમ યાત્રા સેવા’  વાહનની સેવા લોકાર્પણ કરાઇ

શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે ધામેધામથી પધારેલા સંતોના વરદ હસ્તે નવી ‘અંતિમ યાત્રા સેવા’  વાહનની સેવા લોકાર્પણ કરાઇ

સાળંગપુર, તા.૩૧
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૮મો વાર્ષિક પાટોત્સવ અવસરે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ ખાતે સમાજસેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપે આજરોજ એક નવી "અંતિમ યાત્રા સેવા" વાહનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વજનો ગુમાવનાર પરિવારજનોને દુ:ખની આ ઘડીમાં રાહત મળી રહે અને અંતિમ સંસ્કારની વિધિ સુચારૂ રૂપે પાર પાડી શકાય તે હેતુસર આ વિશેષ વાહનની સેવાવડતાલધામ સહિત વિવિધ ધામેધામથી પધારેલા સદ્ ગુરુ સંતોના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યહતું.  આ નવા વાહનને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યુ હતું  અને વિધિ સાથે તેને જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવી. આ સેવા થકી જરૂરિયાતમંદ પરિવારજનોને અંતિમ યાત્રા માટે ઉત્તમ અને આધુનિક સુવિધા પ્રાપ્ત થશે. આ સેવાગોકુળધામ-નાર શુકદેવ સ્વામીની પ્રેરણાથી આ સત્કાર્યમાં સહયોગ આપનાર દાતાઓ અને અગ્રણીઓનો સ્થાનિક નાગરિકો દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.