જૂનાગઢ : એકટીવામાં નકલી નંબર પ્લેટ લગાવનાર વિરૂધ્ધ કાર્યવાહી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૦
જૂનાગઢના જાેષીપરામાં આવેલ જીલ્લા પંચાયત સોસાયટીમાંથી એકટીવામાં નકલી નંબર પ્લેટ લગાવી ફરતા શખ્સ ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસે હરેશભાઈ બેચરભાઈ ગઢીયાને બે એકટીવા મોટર સાયકલોમાં નકલી નંબર પ્લેટ બનાવટી હોવાનું જાણવતા છતા ખરા તરીકે ઉપયોગ કરી એક જ આરટીઓ રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ઉપયોગ કરતા ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.


