સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં પ૦માં વર્ષમાં પ્રવેશ અવસરની ઉજવણી કરાઈ
જૂનાગઢ તા. ૨૦
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતનાં અગ્રીમ અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો પ૦માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે આ અવસરે સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં સ્થાપક કાર્તિકભાઈ ઉપાધ્યાયનું એક સ્વપ્નું હતું કે અખબાર સાચા અર્થમાં લોકભોગ્ય બને અને પ્રજાનાં પ્રશ્નોને વાચા આપવા માટેનું જાગૃત પ્રહરીની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવા અખબારને એક નિર્ધારીત લક્ષ્યાંકે પહોંચાડવા માટે કાર્તિકભાઈ ઉપાધ્યાયએ સખ્ત પુરૂષાર્થ કરી સ્વપ્નું સાકાર કર્યુ છે. આજે કાર્તિકભાઈ ઉપાધ્યાયનાં પુત્ર અભિજીત ઉપાધ્યાયનાં તંત્રી સ્થાને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકની વણથંભી વિકાસયાત્રા સતત ચાલી રહી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે પ૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આ તકે તંત્રી અભિજીત ઉપાધ્યાય પર સર્વત્રથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ગોલ્ડન જયુબીલી વર્ષમાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં પ્રવેશ પ્રસંગે સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર દ્વારા આ પ્રસંગને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. પૂ. કાર્તિકભાઈ ઉપાધ્યાયનાં તૈલચિત્રને ભાવવંદના કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર ભૂમિ પરીવારનાં કુશલભાઈ પારેખ, તંત્રી વિભાગનાં એસ.આઈ. બુખારી, જગડુશા નાગ્રેચા, ગોરધનભાઈ પાઘડાર, કોમ્યુટર વિભાગનાં ગૌતમભાઈ ઠાકર, પ્રકાશભાઈ ભાદરકા, રમેશભાઈ નાગ્રેચા, દાનીશભાઈ ખોજા, અફજલભાઈ ઠેબા, યાજ્ઞીક પરમાર, વિપુલભાઈ નેનુજી, બશીરભાઈ ગીરાચ, તેમજ એકાઉન્ટ વિભાગનાં જયેશભાઈ અઢીયા, અબ્દુલભાઈ સોરઠીયા, અને ઓફીસ વિભાગનાં જયદીપભાઈ મારૂ, જયેશભાઈ મહેતા, તેમજ મશીન વિભાગનાં હબીબભાઈ વાસેંગા, પરેશભાઈ સોલંકી, કિશોરભાઈ ચાવડા, રજાકભાઈ તેમજ અખબારી એજન્ટ અલ્તાફભાઈ કલ્યાણી, ફીરોજભાઈ, ઈકબાલભાઈ, ગુલાબભાઈ, રફીકભાઈ, સુરેશભાઈ, શકીલભાઈ સહીતનાં અખબારનાં સ્ટાફે ઉજવણીમાં ભાગ લીધો હતો.


