જૂનાગઢમાં જવેલરી પ્રાઈવેટ લી. કંપનીમાંથી રૂા. 13.05 લાખનાં સોના સાથે કારીગર ફરાર
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.3
જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલ જવેલરી પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાંથી દાગીના બનાવવા ઈસ્યુ કરેલ 22 કેરેટના રૂા.13,05,640નું સોનું પશ્ચિમ બંગાળના શખ્સે સગેવગે કરી નાસી ગયાની ફરીયાદ સી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સી ડીવીઝન પોલીસ મથકે રહીમભાઈ મનસુરભાઈ ડોસાણીએ પ્રસંજીત કાર્તીક ભુંજા રહે.હાલ હાઉસીંગ સોસાયટી ગાંધીગ્રામ, મુળ રહે.અજાબનગર, તા.ઘાટલ, જી.પશ્ચિમ મેદીનીપુર, પશ્ચિમ બંગાળવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની કંપનીમાં આરોપી કર્મચારી તરીકે નોકરી કરતો હોય અને કંપનીએ સોનાના દાગીના બનાવવા ઈસ્યુ કરેલ રર કેરેટના સોનામાંથી કુલ 93.260 ગ્રામ સોનું કિ.રૂા.13,05,640નું સોનું કંપનીમાં પરત જમા નહી કરી મુદ્દામાલ સગેવગે કે હેરફેર કરી નાસી જઈ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


