દ્વારકાધીશ જગતમંદિરે આજ મંગળવારથી વસંતઋતુના અનેરા વધામણા
કાળિયા ઠાકોરને શ્રૂંગાર તથા સંધ્યા આરતીમાં કરાશે અબિલ-ગુલાલના છાટણા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. ર૪
જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે આજ મંગળવાર થી વસંત ત્રૂંતુંના આગમનના વધામણા રૂપે ફુલડોલ સુધી રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે થતી શ્રૂંગાર આરતી તથા સાંજે ૭:૪૫ વાગ્યે થતી સંધ્યા આરતીમાં કાળિયા ઠાકોરને અબીલ-ગુલાલના છાટણા કરી રંગ રમાડવાનો ભાવ વ્યકત કરાશે. ઠાકોરજી તેમજ ભાવિકોને રંગ રમાડાશે.
તા.૨૪ મંગળવારના હોળાષ્ટકનો પ્રારંભ થતા શ્રીજીને સવારે શિંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી બન્ને આરતીમાં અબીલ-ગુલાલની પોટલી ધરી તેમાથી દર વર્ષે દર્શનાથીઓને રંગે રમાડવાનું શરૂ કરાય છે. આરતી સમયે ભાવિકોને રંગોથી રમાડવામાં આવશે.વસંત પંચમીથી ફુલડોલ (ધુળેટી) સુધી જગત મંદિરમાં વસંતોત્સવ ઉજવાય છે. મંદિરના પુજારી જણાવ્યું કે હોળી અગાવના આઠ દિવસ જે હોળાષ્ટક કહેવાય છે. હોળાષ્ટનો પ્રારંભ થતા જ બન્ને આરતી શિંગાર આરતી તેમજ સંધ્યા આરતીમાં શ્રીજીને અબિલ ગુલાલની પોટલી ધરી નિજ મંદિર પટાગણમાં દર્શનાથીઓને ઠાકોરજીના પ્રસાદરૂપે રંગોથી રમાડાશે. સંખ્યાબંધ ભાવિકો ભગવાન સાથે સંગ રંગ રમવા ઉમટી રહ્યા છે.
અગામી તા.૩ માર્ચના ફુલડોલ ઉત્સવ નિજ મંદિરમાં પુજારી પરીવાર અને ભાવિકો દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવાશે તેમા શ્રીજીને ચાંદીની પીચકારી ધારણ કરાય છે. તેમા કેસુડાનો રંગ ભરી શ્રીજીને ફુલડોલ ઉત્સવ ઉજવાય છે.


