સોમનાથ ખાતે ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લાના સરકારી વકીલો, અધિકારીઓ માટેની તાલીમ શિબિર યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.ર૪
સોમનાથના સાગરદર્શન હોલ ખાતે યોજાયેલ આ તાલીમ શિબિરના અધ્યક્ષ પદે ગીર સોમનાથ જિલ્લા પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજ વિક્રમસિંહ .બી. ગોહિલ ગીર સોમનાથ પ્રિન્સિપલ ફેમિલી કોર્ટ જજ તરુણ આહુજા. જે .એન. પટેલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિનોદ જાેશી. સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ઉના કે .આર. પરમાર .નીરવ પુરોહિત ડીજીપી જૂનાગઢ કેતનસિંહ વાળા ડીજીપી ગીર સોમનાથ. સી.સી .ખટાણા નાયબ પોલીસ અધ્યક્ષ સોમનાથ સુરક્ષા સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા. સિનિયર એડવોકેટ દીપેન્દ્ર યાદવ. ચિરાગ કક્કડ. ડોક્ટરો પોલીસના અધિકારીઓ અને સબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સર્વનું સ્વાગત કર્યું અને તાલીમ ઇન્ચાર્જ મિતેષ પટેલે પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું ડીજીપી જૂનાગઢ નીરવ પુરોહિતે સંબોધનમાં જણાવ્યું કે પોલીસ તપાસમાં પૂરતા કોલમો પુરતાં દસ્તાવેજાે સાથે હોવા જાેઈએ જેથી ગુન્હો સાબિતીનો દર ઊંચો જાય અને ન્યાયની અનુભૂતિ થાય કાયદાનો હેતુ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે અને યોગ્ય રીતે કામગીરી કરાય તો ક્રાઈમ રેટ કંટ્રોલ થઈ શકે જે માટે ઓળખ પરેડ. પી.એમ .નોટ પોલીસ ઈન્વેસ્ટ્રીગેશન પંચપસંદગી. ઓડિયો - વીડિયો રેકોર્ડિંગ સહિતની તમામ બાબતોનું સંકલન હોવું જાેઈએ.
પીટીએસ જૂનાગઢના દિપેન્દ્ર યાદવે ડીડી અને ઓળખ પરેડ વિશે તો ચિરાગ કકડે સુપ્રીમ કોર્ટ સંબંધિત માર્ગદર્શન જેમાં રજીસ્ટર એફ.આઇ.આર ગીર ગઢડા પી.આઇ .વાઘેલાએ પોલીસ તપાસ .ડોક્ટર માકડીયા તાલાળા હોસ્પિટલે પી.એમ.નોટ અને એપીપી કોડીનાર એસ.બી.મલીકે એમ.એલ.સી સંબંધિત માર્ગદર્શન આપ્યું આભાર દર્શન સાથે તાલીમ શિબિર સમાપન થઈ.


