શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ઓકિર્ડ, ગુલાબ અને શેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર, ૨૦૦ કિલો મોસંબીનો અન્નકૂટ ધરાવાયો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ઓકિર્ડ, ગુલાબ અને શેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર, ૨૦૦ કિલો મોસંબીનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર, તા.૨૪-૨-૨૦૨૬ના રોજ દાદાને એક અત્યંત દિવ્ય અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં ખાસ તૈયાર થયેલા સુંદર એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને રંગબેરંગી ઓકિર્ડ, ગુલાબ અને શેવંતીના સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. દાદાની સમક્ષ ૨૦૦ કિલો મોસંબીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી.ઉપસ્થિત તમામ ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અને શાંતિનો અનુભવ કર્યો હતો.