દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીનાં વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શન યોજાયા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.23
દ્વારકાધીશ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવી રહયા હોય હાલમાં ચાલતી ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શન યોજવામાં આવી રહ્યા છે. ગઈકાલે સાંજના સમયે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક કુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. ગ્રીષ્મ ઋતુ દરમ્યાન સતત બે માસ સુધી ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાનાર છે. આ ઉપરાંત ગ્રીષ્મકાળ દરમ્યાન ઠાકોરજીને ઋતુઅનુસાર ઠંકક આપતાં ભોગ ઇત્યાદિ પણ અર્પણ કરવામાં આવે છે.


