રાજ્યભરમાં ભેળસેળીયા તત્વો સામે દરોડા : ૧ હજાર કિલો પનીરનો નાશ

રાજ્યભરમાં ભેળસેળીયા તત્વો સામે દરોડા : ૧ હજાર કિલો પનીરનો નાશ

(બ્યુરો)             ગાંધીનગર, તા.૮
રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં બનાવટી ‘ડેરી-એનાલોગ્સ‘ (ચીઝ એનાલોગ / પનીર એનાલોગ) સામે સઘન દરોડા અને તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ ભાગરૂપે તા. ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સૌથી વધુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૪૭૧ કિ.ગ્રા રૂા.૧.૫ લાખનો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૨૩૫ કિ.ગ્રા રૂા.૫૮ હજારથી વધુની કિમતનો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૧૧૫ કિ.ગ્રા રૂા.૩૦ હજારથી વધુની કિમતનો ‘ડેરી-એનાલોગ્સ‘નો નાશ કરાયો હતો. આ ઉપરાંત તા. ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાંથી ૫૮૫ કિ.ગ્રા રૂા.૨.૦૪ લાખથી વધુ કિમંતનો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૨૭ કિ.ગ્રા રૂા.૬૭૫૦, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૯ કિ.ગ્રા રૂા.૬૫૦૦ ની કિમતનો ‘ડેરી-એનાલોગ્સ‘ નાશ કરવામાં આવ્યો હતો.