હોળી ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે દ્વારકા તથા ડાકોર જતાં દર્શનાર્થીઓ માટે એસટી વિભાગ વધારાની ૪૫૦ બસો દોડાવાશે

હોળી ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે દ્વારકા તથા ડાકોર જતાં દર્શનાર્થીઓ માટે એસટી વિભાગ વધારાની ૪૫૦ બસો દોડાવાશે

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૦
હોળી અને ધૂળેટીના તહેવારો દરમ્યાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. હોળી અને ધૂળેટીના તહેવારો દરમ્યાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. હોળીના તહેવારોમાં ફુલડોલ ઉત્સવ તથા દ્વારકામાં પણ લાખો ભાવિકભકતો દર્શનાર્થે જતા હોય છે. ભકતોને પરિવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે ૪૫૦ બસો દ્વારા ૩૫૦૦ ટ્રીપો ફાળવવામાં આવી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિશેષ સેવાઓ તા.ર૭ ફેબ્રુઆરીથી પ માર્ચ ૨૦૨૬ દરમ્યાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે નિગમ દ્વારા ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.