દ્વારકાધીશ જગત મંદિરે અધિક માસ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ

કાળિયા ઠાકોરને ખુલ્લા પડદે સ્નાન અભિષેક પુજન કરવામાં આવ્યું કેસરીયા વાઘાનો વિશેષ શિંગાર : ઠાકોરજીને ભવ્ય છપ્પનભોગ તથા કુંડલા ભોગ મનોરથ યોજાયો

દ્વારકાધીશ જગત મંદિરે અધિક માસ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.9
દ્વારકામાં અધિક પુરૂષોત્તમ માસ નિમિત્તે તિથિ પ્રમાણે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે કાળીયા ઠાકોરને ખુલ્લા પદડે સ્નાન અભિષેક પૂજન કરવામાં આવ્યો હતું. જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે શ્રીજીના વિશેષ કેસરિયા વાઘા સોના-ચાંદી આભુષણોનો શિંગાર કરાયો હતો. શિંગાર આરતી સમયે શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. તેમજ શ્રીજીના સાંજે ઉત્પ્પન સમયે ભવ્ય 56 ભોગ મનોરથ દ્વારકાના એલઆર ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યો હતો. તે દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
અધિકમાસ જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગત મંદિરમાં રાત્રિના બારના ટકોરે પૂજારી પરિવાર અને ભક્તો દ્વારા નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ ઠાકોરજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.