સિલોજ ગામમાં બેફામ દેશી દારૂનું વેચાણ થતું હોય દેશી દારૂ પીવાથી એક ખેત મજૂરનું મોતનો આક્ષેપ કરતી મૃતકની પત્ની અને ગામના સરપંચ

સિલોજ ગામમાં બેફામ દેશી દારૂનું વેચાણ થતું હોય દેશી દારૂ પીવાથી એક ખેત મજૂરનું મોતનો આક્ષેપ કરતી મૃતકની પત્ની અને ગામના સરપંચ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.5
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું મોટાપાયે વેચાણ કરાતું હોય પોલીસે તેને બંધ કરવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લોકોનું માનવું છે. ઉના તાલુકાના સિલોજ ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભાણાભાઈ મેણસીભાઇ સોલંકી ચિક્કાર દારૂ પીને ઢળી પડ્યા હતા અને તેમને ઊના સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના પત્ની નીરૂબેન ભાણાભાઈ સોલંકીએ મીડિયાને જણાવેલ કે તેમના પતિ દારૂ પીવાની ટેવવાળા છે. રાત્રે ખુબ દેશી દારૂ પીધો હતો અને મૃત્યું પામેલ છે. તેમજ તેમના ગામના એક શખ્સએ પણ દારૂ પીધો હોય તેમને ઉનાની ખાનગી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં સારવાર ચાલુ છે. ગામમાં બે રોકટોક પોલીસની બીક વગર ઘણી જગ્યાએ દેશી દારૂનું વેચાણ થાય છે. તેમજ બાજુના ગામો પણ દારૂ વેચાણ થાય છે. યુવા અને મજૂર વર્ગ દારૂ પી પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. તો તુરંત દારૂનું વેચાણ બંધ કરવા માંગણી કરી છે. મૃતક ભાણાને બે બાળકો છે અને પતિનું મૃત્યું થતા ભરણ પોષણની જવાબદારી વિધવા નીરૂબેન ઉપર આવી ગઈ છે. આ અંગે સિલોજ ગામના સરપંચ ભીમાભાઇ બી. સોલંકીએ પણ મીડિયા વાળાને જણાવેલ કે સિલોજ ગામ અને આજુબાજુના ગામમાં દેશી દારૂનું મોટાપાયે વેચાણ થાય છે. અગાઉ 2022માં તેમણે અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશએ જિલ્લા પોલીસ અધિકારી અને રાજ્ય સરકારમાં લેખિતમાં દારૂનું વેચાણ બંધ કરવા રજૂઆત કરી હતી પરંતુ થોડા દિવસો દારૂનું વેચાણ બંધ થાય પછી પાછું ચાલુ થઈ જાય છે. તો વર્તમાન ધારાસભ્ય અને સરકાર ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ બંધ કરાવે અને યુવાનોને બરબાદ થતા બચાવે તેવી માંગણી કરી છે. ઉના પોલીસ પણ હોસ્પિટલે પહોંચી મૃતક ભાણાભાઈનું મૃત્યુંનું કારણ પોસ્ટ મોર્ટમ બાદ જાણવા મળશે તેમ જણાવેલ છે. ગાંધીના ગુજરાતમાં કડક દારૂ બંધી ક્યારે થશે.

મૃતકના પત્ની