ઉનાના નવાબંદરની એક માછીમારી કરવા ગયેલ બોટ મધદરિયે પલ્ટી મારી જતા ડૂબી ગઈ, 6 ખલાસીઓનો આબાદ બચાવ

ઉનાના નવાબંદરની એક માછીમારી કરવા ગયેલ બોટ મધદરિયે પલ્ટી મારી જતા ડૂબી ગઈ, 6 ખલાસીઓનો આબાદ બચાવ

ઉના તા. ૧૬
નવાબંદર દરિયા કિનારેથી ગત તા. 13/4/26ના રાત્રીના અગિયાર વાગ્યે મીનાબેન અર્જુનભાઈ બાંભણિયાની માલિકીની ક્રિષ્ના સાગર નામની બોટ નંબર GJ 14 MM 1932 માં છ ખલાસીઓ સાથે માછીમારી કરવા નીકળેલ હતા ત્યારે નવાબંદરથી દસ નોટિકલ માઇલ દૂર દરિયામાં પહોંચી ત્યારે રાત્રિના ભારે પવન શરૂ થયો હતો અને દરિયાના મોજા ઉછળતા હતા અને પાણી બોટમાં ભરાવા લાગતા બોટ પલટી મારી ગઈ હતી. બોટમાં રહેલ છ ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કુદી પડ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી કનકેશ્વરી અને જયવંશી નામની બોટના ખલાસીઓએ તમામ છ ખલાસીઓને બચાવી બોટમાં લઈ નવાબંદર કિનારે લાવેલ હતાં. બચી ગયેલા ખલાસીઓના નામ ભરતભાઈ ઝીણા ભાઈ બાંભણિયા, શાંતિભાઈ બાબુભાઈ મજીઠીયા, શાંતિભાઈ અરજણ ભાઈ મજીઠીયા, જીવરાજ ધનજીભાઈ શિયાળ, લાલજી ઉર્ફે લાલો મજીઠીયા, ભરતભાઈ ભીમાભાઇ દમણિયાનો જીવ બચાવી લીધો હતો. બોટ ડૂબી જતા તેમાં રહેલ માછીમારીની જાળ, કીંમતી માલસામાન, વિગેરે ડૂબી જતા લાખો રૂપિયાની નુકશાની ગઈ છે. ડૂબી ગયેલ બો ને બહાર કાઢવા અન્ય બે બોટ દરિયા જઈ બોટ બહાર કાઢવાની કોશિશ ચાલુ છે પરંતુ હજુ સુધી નીકળી નથી.