દ્વારકા ખાતે ડીજીપી દ્વારા યોજાશે ક્રાઈમ કોન્ફરન્સ : પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા કરાઈ

દ્વારકા ખાતે ડીજીપી દ્વારા યોજાશે ક્રાઈમ કોન્ફરન્સ :  પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૮
ગુજરાત રાજ્યના સર્વોચ્ચ વડા એવા ડીજીપી કે.એલ. રાવ દ્વારા દરિયાઈ સુરક્ષા ક્રાઈમ કોન્ફરન્સ આગામી સમયમાં દેવભૂમિ દ્વારકાના વિવિધ સ્થળોએ યોજાનાર છે. તેની પૂર્વતૈયારીના ભાગ રૂપે દરિયાઈ સુરક્ષાના ડીઆઈજી અશોકકુમાર મુનિયાએ સ્થાનિક પોલીસ અધિકારીઓ, સ્ટાફને સાથે રાખીને દ્વારકાના સકિર્ટ હાઉસ, શિવરાજપુર, બેટ દ્વારકા વિગેરે વિસ્તારોની સ્થળ ચકાસણીઓ કરી, જરૂરી યોજનાઓ બનાવી હતી.