બરડા ડુંગરમા અજમાપાટનેશથી દુર પાણીની જરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી રાણાવાવ પોલીસ
ભઠ્ઠીનો નાશ કરી આથો લીટર ૮૦૦ તથા દેશી દારૂ લીટર ૨૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂા.૬૩,૬૦૦/-નો મુદામાલ મુદામાલ પકડી ખડાનેશ તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકાવાળા ઈસમ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી
(પ્રતિનીધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૮
રાણાવાવ પોલીસે બરડા ડુંગરમાં ફાટલનેશથી દુર પાણીના જર વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો,દેશી દારૂ સહિત રૂા.૬૩,૬૦૦ના મુદામાલ પકડી ભઠ્ઠીનો નાશ કરી દારૂ બનાવનાર ખડાનેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકાવાળા ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવુતિ અંકુશમાં રાખવા અને નેસ્ત નાબૂદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના ના.પો. અધિ. ધ્રુવલ સી. સુતરીયાનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.જી.ડાંગર દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી.પ્રવૂતિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ ને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર અજમાપાટનેશ થી પશ્વિમે આશરે ૦૨ કિ.મી. દુર પાણીની જરમાં હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ભીમા અમરાભાઇ કોડીયાતર રહે.હાલ ખડાનેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા મુળ રહે.ફાટલનેશ તા.રાણાવાવ જી.પોરબંદર વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ જેમાં દેશી દારૂ બનાવવાનો ભઠ્ઠીમાંથી આથો લીટર ૮૦૦ તથા દેશી દારૂ લીટર ૨૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂા.૬૩,૬૦૦/-નો મુદામાલ મળી આવતા ભીમા અમરાભાઇ કોડીયાતર રહે.હાલ ખડાનેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા મુળ રહે. ફાટલનેશ તા.રાણાવાવ જી.પોરબંદરવાળા હાજર નહી મળેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનનો ગુન્હો રજી. કરાવેલ છે.


