જૂનાગઢમાં પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં રંગ જામ્યો, લુહાર સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવમાં બહેનો ગરબે ઘૂમી કરી રહી છે માતાજીની આરાધના

જૂનાગઢમાં પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં રંગ જામ્યો, લુહાર સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવમાં બહેનો ગરબે ઘૂમી કરી રહી છે માતાજીની આરાધના

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧પ 
જૂનાગઢના હાટકેશ મહાદેવ મંદિરના પટાંગણમાં જૂનાગઢ લુહાર સમાજ દ્વારા નવ દિવસિય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજની દીકરીઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહી છે, જેમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નવરાત્રિને સાર્થક કરી સમાજની એકતાના દર્શન કરાવ્યા છે, માતાજીની આરાધના અને નવધા ભક્તિમાં હાલ નવરાત્રીનો માહોલ જામી ઉઠયો છે ત્યારે ખેલયાઓ પણ મન મુકીને રસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં નવલા નોરતાનો રંગ જામી ઉઠયો છે.