કેન્દ્રીય કેબીનેટનું દિવાળી પહેલા જ વિસ્તરણ

કેન્દ્રીય કેબીનેટનું દિવાળી પહેલા જ વિસ્તરણ

(એજન્સી)    નવી દિલ્હી, તા.૧૪
મોદી સરકારમાં ફેરફાર અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે ગઈકાલે માહિતી પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજયકક્ષાના મંત્રી એલ.પુરૂગને મોદી મંત્રીમંડળ તથા રાજયસભામાંથી જ રાજીનામુ આપીને ફરી એક વખત કેબીનેટ વિસ્તરણની ચર્ચાને વેગ આપ્યો છે.
અગાઉ અનેક મંત્રીઓએ કેબીનેટ છોડી છે તથા અનેક મંત્રીઓને ભાજપે સંગઠનની જવાબદારી સોંપી છે. તેઓ હાલ હજું કેબીનેટમાં છે જેઓને પણ હવે આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે તેવી ચર્ચા વચ્ચે પુરૂગને જે રીતે પોતાના રાજીનામા પત્રમાં હવે તેઓ રાજયમાં જવાબદારી સંભાળવા જઈ રહ્યા હોવાનો સંકેત આપ્યો અને તેની સાથે રાજયસભા પણ છોડી તે સૂચક છે તેમની રાજયસભાની ટર્મ તો છેક ૨૦૩૦માં પુરી થનાર છે. મહત્વનું એ છે કે તેઓ મધ્યપ્રદેશમાંથી ચુંટાયેલા છે.
આથી મધ્યપ્રદેશમાં રાજયસભાની બેઠક ખાલી થશે. આમ ભાજપ મોવડીમંડળ મધ્યપ્રદેશમાંથી કોઈને દિલ્હી લઈ આવવા માંગે છે તેવા સંકેત છે. તામિલનાડુમાં હાલ ચુંટણી પણ નથી તે સમયે પુરૂગનની રાજયમાં વાપસી એ કેટલી મહત્વની છે તે પણ પ્રશ્ન છે અને તેથી આ બેઠક ખાલી કરાવવામાં આવી હોય તેવું માની શકાય છે.
હાલના પ્રદેશ પ્રમુખ વિ. અન્નાડીએમકે સાથે જોડાયેલા હતા. આમ પક્ષ સંઘ-સંસ્કારના પહેરાને રાજયમાં મુકવા માંગતા હોવાનું માની શકાય છે અને એક ર્નિણયથી અનેક હતુ પણ ‘સર‘ થાય છે. મુખ્ય વાત મોદી સરકારમાં ફેરફારની છે. હાલ દિલ્હી અને દેશભરમાં જે રીતે વિપક્ષોની આંદોલનની સ્થિતિ હાવી થઈ છે તે કેમ બદલવી તે સરકારની અને ભાજપની સૌથી મોટી કસોટી છે. બરાબર એજ સમયે મોદી કેબીનેટનું વિસ્તરણ કરવામાં આવનાર છે અને કોને મંત્રી મંડળમાં સ્થાન અપાશે તે અંગે ચર્ચાઓ વહેતી થઈ છે.