સુરતના જાણીતા જવેરી યતીન શાહની ધરપકડ : સોના-ચાંદીમાં રૂા.પ૭પ કરોડનું બિનહિસાબી વેચાણ ઝડપાયું
(બ્યુરો) સુરત, તા.૧૯
જીએસટી ચોરી રોકવા માટે વખતોવખત દરોડા ઓપરેશન વચ્ચે હવે ઝવેરી બજારની સૌથી મોટી ટેક્સ ચોરીનો પર્દાફાશ થયો છે. એક પણ રૂપિયાનો જીએસટી ચુકવ્યા વિના રૂા.૫૭૫ કરોડના સોના-ચાંદીના વેચાણ કરનારા યતીન શાહ નામના ઝવેરીની ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હવે સમગ્ર કૌભાંડમાં ઇન્કમટેક્સે પણ ઝંપલાવ્યું છે. સુરતના ઝવેરી બજારમાં અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ ચોરીમાં ડ્ઢય્ય્ૈંની સઘન તપાસમાં બહાર આવ્યું છે કે, શહેરના ચાર નામાંકિત જ્વેલર્સ, જેમાં સુમિત સિલ્વરનો પણ સમાવેશ થાય છે, તેમણે કરોડો રૂપિયાનો વેપાર ચોપડે નોંધાવ્યા વગર જ કરી નાખ્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે ૪ જ્વેલર્સે છેલ્લા કેટલાક સમયમાં કુલ ૫૭૫ કરોડ નો વેપાર કોઈપણ બિલ વગર કર્યો હતો. આ બિનહિસાબી વેપારને કારણે અંદાજે ૧૭ કરોડની ય્જી્ ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


