છેલ્લા ૧પ દિવસમાં સોનામાં ૧૬ ટકા - ચાંદીમાં ૩૮ ટકાનો ઘટાડો

છેલ્લા ૧પ દિવસમાં સોનામાં ૧૬ ટકા - ચાંદીમાં ૩૮ ટકાનો ઘટાડો

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૯: 
ફેબ્રુઆરીના પહેલા ૧૫ દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં લગભગ ૧૬ ટકા અને ચાંદીમાં ૩૮ ટકાનો ઘટાડો થયો છે. ઈ્ અનુસાર, દાગીનાના શોરૂમમાં ભીડ હોવા છતાં, સામાન્ય ગ્રાહકો હજુ પણ મોટી ખરીદી ટાળી રહ્યા છે, ભાવમાં વધુ ઘટાડો થવાની રાહ જોઈ રહ્યા છે. તેમને આશા છે કે ભાવમાં વધુ ઘટાડો થશે. બુધવારે, દિલ્હીના દાગીના બજારમાં ચાંદી ૧,૦૦૦ રૂપિયા વધીને ૨.૪૬ લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂા.૩૦૦ ઘટીને રૂા.૧,૫૬,૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયું. આ ભાવમાં બધા કરનો સમાવેશ થાય છે.