જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી
ગુડ ટચ-બેડ ટચ જાગૃતિ કાર્યક્રમ અને સિવિલ હોસ્પિટલ ખાતે જન્મેલ દીકરીઓને વધામણા કીટ આપવામાં આવી
જૂનાગઢ,તા.૩
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અન્વયે ‘બેટી બચાવો બેટી પઢાવો દિવસ ‘નિમિતે ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ આશ્રમ શાળા જૂનાગઢ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, સલામતી અને જાગૃતિ માટે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
બાળકોમાં શારીરિક સુરક્ષા અને જાગૃતિ કેળવવા માટે ગુડ ટચ અને બેડ ટચ વિશે સરળ ઉદાહરણો દ્વારા માર્ગદર્શન અપાયું હતુ જેથી તેઓ અસુરક્ષિત સ્પર્શને ઓળખી શકે અને ડર્યા વગર વાલીઓ, શિક્ષકો કે હેલ્પલાઇન પર તેની ત્વરિત જાણ કરી શકે તેની વિગતવાર સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો, DHEW, OSC સ્ટાફની ટીમ હાજર રહયા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલ ખાતે જન્મેલ દીકરીઓને વધામણા કીટ અને વ્હાલી દીકરી યોજના ફોર્મ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ તકે આરોગ્ય વિભાગનાં કર્મચારી, DHEW, OSC સ્ટાફની ટીમ ઉપસ્થિત રહી હતી.


