જુનાગઢ તા 5.
જૂનાગઢમાં બનેલી ઍક ચોંકાવનારી ઘટનામાં મજૂરી કામ કરતા એક મુસ્લિમ વ્યક્તિ અલ્તાફ ગરાણા ને ધંધાની લાલચ આપી જૂનાગઢના અન્ય બે મુસ્લિમ શખ્સો દ્વારા વાહન ની લોન કરાવી અને વાહનો આપેલ નહી તેમજ આ શખ્સો દ્વારા આ મજૂર વ્યક્તિના નામે ત્રણ વાહનો ખરીદ કરી વાહનો આપેલ નહીં અને લોન ના પૈસા આરોપી દ્વારા ઉપાડી લઈ વાપરી જતા તેમજ આ ભોગ બનનાર વ્યક્તિ ની કોરા ચેક માં સહી કરવી લીધેલી હતી સહી કરેલા ચેક ને બેંકમાંથી રિટર્ન કરાવી નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. આ બાબતે સામાન્ય જીવન જીવતો અને મજૂરી કામ કરી પેટ્યું રડતો વ્યક્તિ અલ્તાફ ગરાના મુશ્કેલીમાં મુકાયો હતો. પોતાના નામે ત્રણેય ગાડી ઓ ની લોન હતી અને તેમ છતાં પોતાને વાહનો મળેલ નહીં અને હપ્તા ભરવાની પણ ચિંતા સાથે કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન ના કેસમાં પણ ધક્કા ખાવાના દબાણ માં માનસિક રીતે મજૂર વ્યક્તિ ભાંગી પડેલો હતો પેટીયુ રડવા માટે 50 કિલો નું વજન ઊંચકી ગિરનાર ચડવા જેવી કાળી મજૂરી કરતા વ્યક્તિ સાથે બનેલ આ છેતરપિંડીની ઘટનાથી ત્રણ વર્ષથી સતત ચિંતામાં રહેતા આ મજૂર દ્વારા સમગ્ર મામલો સામાજિક અગ્રણી ઈમ્તિયાઝ પઠાણને વાત કરવામાં આવી હતી જેથી ઈમ્તિયાઝ પઠાણ દ્વારા આ ભોગ બનનારને સાથે રાખી તેના દ્વારા કરાયેલી ભૂતકાળમાં રજૂઆતો સાથે જૂનાગઢના ડેપ્યુટી એસ.પી. હિતેશ ધાંધલીયા સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલીયા દ્વારા જુનાગઢ એ. ડિવિઝન ના પી.આઇ. આર.કે.પરમારને આ મામલે સત્ય હકીકત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી તુરંત કામગીરી કરવા સૂચના આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. આર.કે.પરમાર તથા તેમની ટીમ દ્વારા તુરંત હરકત માં આવી આરોપી ઓ ની તપાસ કરવામાં આવી હતી શરૂઆતમાં તો આરોપીઓએ આડી અવળી વાતો દ્રારા પોલીસને પણ ગોથે ચડાવી દીધી હતી અને લોકોને સમજાવવામાં માહેર આરોપીઓને પોલીસે પોલીસની ભાષામાં સમજાવતા અને કાયદાકીય સમજ આપતા આરોપીઓએ સમાધાન માટે વિનંતી કરી હતી અને કરાયેલ ચેક રિટર્ન નો કેસ પરત ખેંચવા તેમજ મજૂર ના નામે કરાયેલ લોન ને ભરપાઈ કરવા ની તૈયારી બતાવતા જેની મુદત મુજબનું લખાણ કરી આપવા ની તૈયારી બતાવતા પોલીસ દ્વારા આ પરેશાન વ્યક્તિને છૂટકારો અપાવ્યો હતો. આ મામલે ભોગ બનનાર અલ્તાફ ગરાણા દ્વારા જુનાગઢ ડી.વાય.એસ.પી. નો હાથ જોડીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જુનાગઢ ડિવિઝન માં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. ધાંધલીયા દ્વારા હંમેશા સામાન્ય, મજબૂર, અને જેનું કોઇ મદદગાર નથી તેવા નાગરિકોના પ્રશ્નોને સાંભળી અંગત રસ દાખવી પોલીસ પ્રજા માટે જ છે અને પ્રજાની રક્ષા માટે છે તે વાતને સાર્થક કરી બતાવી છે અનેક મામલાઓમાં સામાજિક આગેવાનો પણ પોતાના સમાજનું ખેચતા હોય તેવામાં આ કિસ્સામાં ભોગ બનનાર તથા આરોપીઓ બંને મુસ્લિમ સમુદાયના હોય તેમ છતાં મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણ દ્વારા ન્યાયના હિતની વાત કરી પોતાના સમાજના વ્યક્તિ સામે કડક હાથે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી આ પ્રકારની ઘટનાઓ સમાજમાં જ્યારે બને છે ત્યારે એક સામાન્ય વ્યક્તિ ખરેખર ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરતા હોય છે તેવા સમયે જો પોલીસ દ્વારા સામાન્ય વ્યક્તિને પણ સાંભળી અને તેના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો તેના માટે જીવનભરનું સંભારણું બની જાતી હોય છે આવી જ આં ઘટનામાં જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તેમજ જુનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના માટે dy SP ધાંધલિય અને જુનાગઢ પોલીસ નિ સર્વત્ર પ્રશંસા થઇ રહી છે.