શેરબજાર તેજીમાં ખુલ્યા બાદ ધડામ : સોના - ચાંદીના ભાવોમાં આજે વધારો થયો

શેરબજાર તેજીમાં ખુલ્યા બાદ ધડામ : સોના - ચાંદીના ભાવોમાં આજે વધારો થયો

રાજકોટ, તા.૨૩
શેરબજાર-કરન્સી માર્કેટમાં તેજી સોના-ચાંદી બીટકોઈનમાં સળંગ મંદી બાદ હવે નવા સપ્તાહમાં ઉથલાવવાનો દોર શરૂ થયો છે. શેરબજાર મોટી તેજી સાથે ૮૪૦૦૦ કુદાવી ગયા બાદ ધડામ થયુ હતું. સોના-ચાંદીમાં કડાકાનો સિલસિલો થંભ્યો હતો અને જોરદાર તેજી થઈ હતી. શેરબજારમાં આજે ગેપઅટ ખુલ્યુ હતું અનેકવિધ પોઝીટીવ કારણો વચ્ચે ઓલરાઉન્ડ લેવાલી હતી. વિદેશી સંસ્થાઓએ છેલ્લા દિવસોમાં સવા લાખ કરોડની ખરીદી કરી હોવાના આંકડાકીય રિપોર્ટથી તેજીને ટેકો મળી ગયો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ ઉંચામાં ૮૪૬૬૨ થયા બાદ ગગડયો હતો નીચામાં ૮૩૨૧૦ થઈને ૮૩૫૭૨ સાંપડયો હતો. નિફટી ૧૨૬ પોઈન્ટ તૂટીને ૨૫૬૭૪ હતો તે ઉંચામાં ૨૫૯૯૨ તથા નીચામાં ૨૫૫૬૭ હતો.
કરન્સી માર્કેટમાં બોલર સામે રૂપિયો પણ તેજી બાદ તૂટયો હતો જે ૨૦ પૈસાનાં ઘટાડાથી ૯૨.૮૮ હતો. બીજી તરફ સોના-ચાંદીમાં સળંગ મંદી બાદ જોરદાર તેજી થઈ હતી.
વિશ્વ બજારમાં સોનું ૭૬ ડોલર ઉંચકાઈને ૩૬૧૧ ડોલર થયુ હતું. ઘર આંગણે વાયદામાં ૩૦૦૦ નો ઉછાળો સુચવતુ હતું ચાંદી ૩૨૦૦ ના ઉછાળાથી ૧.૫૧ લાખ થઈ હતી.