કાશ્મીર હવે સ્થાનિક આતંકવાદીઓથી મુક્ત : આતંકવાદ-ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ખતમ કરી દઈશું : અમીત શાહ

કાશ્મીર હવે સ્થાનિક આતંકવાદીઓથી મુક્ત : આતંકવાદ-ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ખતમ કરી દઈશું : અમીત શાહ

(એજન્સી)     કાશ્મીર તા.ર૦
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જણાવ્યું કે, કાશ્મીર હવે સ્થાનિક સ્તરે ભરતી કરાયેલા આતંકવાદીઓથી મુક્ત થઈ ગયું છે. શાહે આ વાત નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી સંમેલનમાં કહી હતી.
શાહે એમ પણ કહ્યું કે, દેશમાંથી આતંકવાદ, સંગઠિત ગુનાખોરી અને ડ્રગ્સ સંબંધિત સમસ્યાઓને ખતમ કરી દઈશું. જે ગુનેગારો વિદેશ ભાગી ગયા છે, તેમને ભારત પરત લાવવા જરૂરી છે. અમે ૨૦૧૯થી ૩૬ દેશોમાંથી ૩૦૩ ફરાર ગુનેગારોને દેશમાં પરત લાવ્યા છીએ.
બુધવારે કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઠાર માર્યો હતો. 
તેના પર ૧૫ લાખ રૂપિયાનું ઈનામ હતું અને તે ૧૧ નવેમ્બરે CRPF પોસ્ટ પર થયેલા હુમલામાં વોન્ટેડ હતો. આ હુમલામાં ૩ જવાન ઘાયલ થયા હતા.