એર ઈન્ડિયાએ કેસ પડતો મુકવા માટે મૃતકોના પરિવારજનોને રૂા.૧૦-ર૦ લાખ લઈ લેવાની ઓફર કરી

એર ઈન્ડિયાએ કેસ પડતો મુકવા માટે મૃતકોના પરિવારજનોને રૂા.૧૦-ર૦ લાખ લઈ લેવાની ઓફર કરી

લંડન/નવી દિલ્હી, તા.૧૨: ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. લંડન સ્થિત અખબાર ધ ઇન્ડિપેન્ડન્ટે એર ઇન્ડિયા પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.આ મુજબ, એર ઇન્ડિયાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને વધારાના વળતરના બદલામાં દાવો કરવાનો અધિકાર છોડી દેવાની ઓફર કરી છે. એરલાઇન પરિવારોને  રૂ.૧૦ લાખની વધારાની અંતિમ ચુકવણી આપીને સમાધાનની ઓફર કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં, આ રૂ.૨૦ લાખ સુધીની હોય છે.
પરિવારોએ એવી શરત સ્વીકારવી પડશે કે તેઓ ભવિષ્યમાં અકસ્માત સંબંધિત દાવાઓ દાખલ કરશે નહીં અને કંપનીને બધી કાનૂની જવાબદારીઓમાંથી મુક્ત કરશે. આ માફી કોઈપણ દેશ અથવા કોર્ટમાં લાગુ પડશે. કાનૂની ટીમે એર ઈન્ડિયાના પ્રસ્તાવનો ૧૩૦ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની ટીમે તેનો વિરોધ કર્યો છે.