આગામી સપ્તાહથી દેશભરમાં કાતીલ શીતલહેરનો દોર : કાશ્મીરમાં ૪૦ દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧પ
આગામી સપ્તાહથી દેશભરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આ શિયાળાનો પહેલો મોટો પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ૧૭ ડિસેમ્બરે હિમાલયના રાજ્યોમાં પહોંચશે. તેની અસરને કારણે ૧૮-૨૦ ડિસેમ્બરની વચ્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થવાની સંભાવના છે. ૨૧ અને ૨૨ ડિસેમ્બરે પર્વતો પરથી વાદળો હટતાં જ તાપમાન ઝડપથી ઘટશે. તાપમાન સામાન્ય કરતાં ૫ થી ૬ ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનો યુપી, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય ભારત સુધી પહોંચશે. આગામી તા.ર૦ ડીસેમ્બરથી કાશ્મીરમાં ૪૦ દિવસ સુધી ચિલ્લાઈ કલાનનું પ્રારંભ થશે જેમાં હાડ થીજાવતી ઠંડી પડશે.


