જુનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટીમાં જવા માટે એસ ટી બસ સેવાનો પ્રારંભ
જૂનાગઢ તા. ર૦
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે ત્યારે. જુનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટીમાં જવા માટે એસ ટી બસનો પ્રારંભ જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ગૌરવભાઈ રૂપારેલિયા મનપાનાં મેયર ધર્મેશભાઇ પોશીયા મહેન્દ્રભાઈ પઢીયારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ તકે જુનાગઢ વિભાગીય નિયામક ડાંગર વરમોરા, ડી.ટી.ઓ સોલંકી, હિસાબી અધિકારી ઝાલા, વહિવટી અધિકારી વાઘેલા, સુરક્ષા અધિકારી કાનપરા, જુનાગઢ ડેપો મેનેજર કરમટા તથા કર્મચારીમંડળના મહામંત્રી દિલીપભાઇ રવૈયા અને ત્રણેય સંગઠન ના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં એસ ટી નો સ્ટાફ હાજર રહયો હતો.


